સુવિચાર : "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે બાળકોને કદી શીખવી શકતો નથી. ઊઠો,જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. -શિક્ષક કભી સાધારણ નહિ હોતા,પ્રલય ઔર નિર્માણ દોંનો ઉનકી ગોંદમેં પલતે હૈ. જ્યાં ના પહુંચે રવિ ત્યાં પહુચે કવિ અને જ્યાં ન પહુંચે કવિ ત્યાં પહુંચે અનુભવી.

Thursday, October 24, 2013

"બાળગીત" પરી રાણી તમે આવો રે

       "બાળગીત"
પરી રાણી તમે આવો રે
પરી રાણી તમે આવો રે
ઊડતાં ઊડતાં દેશ તમારે
મુજને પણ લઈ જાઓ રે
પરી રાણી તમે આવો રે
પરીના દેશમાં રંગબેરંગી
ફૂલોની ફૂલવાડી રે
પતંગીયા તો રંગબેરંગી
રમતાં સાતતાળી રે
એમની સાથે રમવાને તમે
મુજને પણ લઈ જાઓ રે
પરી રાણી તમે આવો રે
સોનેરી પંખીઓ ગાતાં
દૂધની નદીઓ વહેતી રે
હંસ હંસલીની જોડી ત્યાં
મોતી ચારો ચરતી રે
પંખીઓના ગીતો સુણવા
મુજને પણ લઈ જાઓ રે
પરી રાણી તમે આવો રે

No comments:

Post a Comment